ગાંધીનગર: ડભોઇમાં અસ્વચ્છતા જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરત ફરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નજર ડભોઇ પાસેની અસ્વચ્છતા પર પડતા તેમણે તાત્કાલિક સફાઈના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીની સૂચનાથી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ સ્થળ પર પહોંચી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું.