આપણું વલસાડ સ્ટેશન, જ્યાંથી દરેક યાત્રા શરૂ થાય છે... તિથલ બીચની લહેરો, જ્યોતિ મિનારનો પ્રકાશ, વડની છાયામાં બેસીને માણેલી શાંતિ, પારનેરા ડુંગર અને મંદિરની પવિત્રતા, વલસાડની મીઠી કેરી નો સ્વાદ, મોર નો ટહુકો— આ આપણી ઓળખ, આપણો વારસો છે.
અને આ વારસાને આપણે બાંધ્યો છે દરેક દોરામાં — હસ્તકલાથી બનેલા વસ્ત્રોમાં, જ્યાં દરેક તાંતણો આપણી પરંપરા, આપણી ભક્તિ અને આપણી ઉજવણીની વાત કરે છે.
અનાવિલ પરિવાર વલસાડ લાવી રહ્યું છે નવરાત્રિ ૨૦૨૬ — જ્યાં આપણી સંસ્કૃતિ, આપણો વારસો અને આપણો ઉત્સાહ એક સાથે ધબકશે.
આ નવરાત્રિ ફક્ત નવ રાતનો ઉત્સવ નથી — આ આપણા વલસાડની માટીની સુગંધ છે, આપણા વડવાઓની પરંપરા છે, અને આપણા દિલનો ઉલ્લાસ છે. જ્યારે ઢોલ વાગશે, ત્યારે દરેક વલસાડવાસીનું હૃદય ગરબે ઝૂમશે.
તો તૈયાર થઈ જાઓ, વલસાડ! આ વખતે નવરાત્રિ આપણા દિલથી દિલ સુધી પહોંચશે.
📍 Valsad | Stay tuned for more details!
[Valsad Heritage, Logo Launch, Shree Navaratri, Anavil Parivar Valsad, Tithal beach, Parnela Hill, Parnera Mandir, Valsad Railway Station, Keri ni mithas, Navaratri Mahotsav 2026, Anavil Parivar, Valsad Navaratri, Garba night, Dandiya Raas, Navaratri celebration, Gujarati festival, Maa Ambe devotion, Cultural event Valsad, Navaratri garba event, Valsad, Best Dom in Valsad, Best Navaratri DOM, Security, Food Stalls, Garba, Dandiya, Rangtaali]
#ShreeNavaratri #AnavilParivarValsad #Navaratri2026 #Valsad #ValsadHeritage
Valsad, Valsad | Sep 20, 2026