ભચાઉ: કચ્છમાં ફરી વરસાદ, ચીરઈ સહિત ભચાઉ તાલુકાના ગામડાઓમાં કરા સાથે વરસાદ
Bhachau, Kutch | Mar 25, 2026 હવામાન વિભાગની આગાહી મુજબ આજે બુધવારે બપોરે બાદ સાંજના અરસામાં ભચાઉ તાલુકાના ચીરઈ સહિત અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ હતી. કમોસમી વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા પણ કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.