કાલોલ: કાલોલની ધી એમ.જી.એસ. હાઇસ્કુલના આચાર્ય ડો. કે. પી. પટેલનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થામા લાંબા સમય સુધી સેવા આપી નિવૃત થઈ રહેલા ધી એમ.જી.એસ. હાઇસ્કુલના આચાર્ય ડો. કે. પી. પટેલનો વિદાય સન્માન સમારોહ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો. કે. પી. પટેલની દીર્ઘકાલીન અને નિષ્ઠાપૂર્વકની શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. મંડળના હોદ્દેદારો દ્વારા તેઓનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ તેમના કાર્યકાળ