કાલોલ: વડોદરા મધ્યસ્થ જેલમાંથી ૭ દિવસની પેરોલ રજા પર મુક્ત થયેલો પાકા કામનો કેદી ફરાર: કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો
વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલો એક પાકા કામનો કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી મંજૂર થયેલી પેરોલ રજા પૂર્ણ થયા બાદ જેલમાં નિયત સમયે હાજર ન થઈને ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે વડોદરા મધ્યસ્થ જેલના જ્યુડીશીયલ જેલર દ્વારા પંચમહાલના કાલોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ (નવી નગરી) ગામનો વતની રમેશભાઈ મનુભાઈ નાયક (પાકા કામના કેદી નંબર: ૮૯૦૩૮) કાલ