રાજકોટ પૂર્વ: આનંદગરના ફ્લેટધારકો પોતાની મુશ્કેલીઓની રજુઆત કરવા મનપા કચેરીએ પહોંચ્યા
આનંદ નગરના આવાસો અતિ જર્જરી કાલમાં હોવાથી મનપા દ્વારા તેમને નોટીસ આપવામાં આવી હતી. આમ છતાં રહેવાસીઓએ આવાસો ખાલી ન કરતા દ્વારા તેમના નળ તેમજ લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ મામલે આજે સવારે 11 વાગ્યાની આસપાસ રહેવાસીઓ રજૂઆત કરવા માટે મનપા કચેરીએ પહોંચ્યા હતા. અને સમારકામ માટે તેઓને થોડો સમય આપવામાં આવે તેવી માગણી તેઓ દ્વારા કમિશનર શ્રી ડી.પી. દેસાઈને કરાઈ હતી