ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કામગીરી
વડોદરા નજીક આવેલા શેરખી-ભીમપુરા કેનાલ પાસે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે, જેમાં સોનારકુઈ ખાતે આવેલી ITI કોલેજમાં અભ્યાસ કરતા ચારેય વિદ્યાર્થીઓ ફરવા માટે ગયા હતા ત્યારે તેમાંથી બે વિદ્યાર્થીઓ અન્ય મિત્રોની નજર સમક્ષ જ કેનાલના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિજની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કલાકો સુધી પાણીમાં સઘન શોધખોળ કામગીરી હાથ ધરી હતી, જેના અંતે સમી સાંજે બંને વિદ્યાર્થીઓના મૃ*તદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં ભોગ બનનાર યુવકોમાં માંજલપુર ખાતે રહેતા જાદવ કિશન અરવિંદભાઈ અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના હાથીપુરા ખાતે રહેતા ચૌહાણ પ્રિતેશ મુકેશભાઈ હોવાનું બહાર આવ્યું છે. સાથી મિત્રોની આંખ સમક્ષ જ બનેલી આ ઘટનાથી મૃ*તકોના પરિવારજનો તેમજ સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે પોલીસે આ મા અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
#factfindernews #vadodara #Drowned #sherkhi #aanad