પ્રેમ ભારતી વિદ્યાલયની પ્રિન્સિપાલની મનમાનીથી 7 વર્ષની બાળકી શિક્ષણથી વંચિત હોવાનો વાલીઓનો આક્ષેપ
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રેમ ભારતી વિદ્યાલય ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. વાલીઓના આક્ષેપ મુજબ શાળાની પ્રિન્સિપાલ બિંદુ શર્માની મનમાનીના કારણે તેમની 7 વર્ષની દીકરી શિક્ષણથી વંચિત બની રહી છે.
વાલીઓનું કહેવું છે કે એલ.સી. (લીવિંગ સર્ટિફિકેટ) મેળવવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં શાળા તંત્ર તરફથી યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. એલ.સી. માટે રૂપિયા માંગવામાં આવતા વિવાદ ઊભો થયો હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે.
વાલીઓના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆત છતાં શાળાના આચાર્ય તરફથી માત્ર એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે “અમે એલ.સી. નહીં આપીએ.” સાથે જ કોર્ટ, ડીઇઓ કચેરી અને પોલીસની ધમકીઓ આપી માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો છે.
આ સમગ્ર મામલે હવે વાલીઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (ડીઇઓ) કચેરી પહોંચ્યા છે અને લેખિત આવેદનપત્ર આપ્યું છે. વાલીઓની મુખ્ય માંગ છે કે તેમની દીકરીનું શિક્ષણ અટકી ન જાય અને તેને નિયમિત રીતે શાળામાં અભ્યાસ કરવાની તક મળે.
વાલીઓએ શિક્ષણ વિભાગને તાત્કાલિક હસ્તક્ષેપ કરી મામલાનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ બાળકીના શિક્ષણના હિતમાં જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
#Surat #Rander #Education #SchoolControversy #ParentsProtest #DEO #SuratNews #BreakingNews #GujaratNews #StudentRights #LatestNews #NewsUpdate #SchoolNews #GujaratBreaking #LocalNews
Udhna, Surat | Jun 10, 2026