અમદાવાદ શહેર: વાડજમાં સોસાયટીમાં પાર્ક કરેલી મોંઘીદાટ બાઈકની ચોરી, સીસીટીવી આવ્યા સામે
વાડજ વિસ્તારમાં આવેલી શિવમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક મોંઘીદાટ બાઈકની ચોરી થવાની ઘટના સામે આવી છે. તસ્કરો પાર્કિંગમાંથી આશરે રૂપિયા 1.50 લાખની કિંમતની R15 બાઈક ચોરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ વાડજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.