ગોધરા: ગોધરા શહેરના સિમલા વિસ્તારમાંથી ઇકો ગાડીઓના ACM ચોરતી ગેંગના બે સાગરીતો મુદ્દામાલ સાથે ઝબ્બે
ગોધરા શહેર બી ડીવીઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મોટી સફળતા મળી છે. સીમલાથી દરૂણીયા રોડ પર આવેલી બંધ હાડકાની મીલ પાસેથી પોલીસે દરોડો પાડીને ઇરફાન ઉર્ફે બોરસદીયો અબ્દુલ રહેમાન શેખ અને ફેઝાન અનવર પટેલ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસેથી રોયલ હોટલ પાસેથી ચોરાયેલા ₹૩૦,૦૦૦ ની કિંમતના ૩ ACM તથા બાઈક મળી કુલ ₹૫૦,૦૫૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા પોલીસે ચોરીનો આ વણશોધાયેલો ગુનો સફળતા