ભુજ: ભુજમાં ચના-ચટપટી વેચનારને માર મારી રોકડ અને મોબાઇલની લૂંટ
Bhuj, Kutch | Jul 12, 2026 ભુજ માં ચના-ચટપટી વેચનાર યુવકને રણવીર રાઠોડ ને યુક્તિપૂર્વક બોલાવી માર મારી રૂ. 4 હજારની રોકડ અને રૂ. 5 હજારનો મોબાઇલ લૂંટી લેવાયો હતો. બનાવ અંગે પોલીસમાં નરેશ, કપિલ અને હાર્દિક નામના ત્રણ શખ્સો સામે લૂંટ અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.