ભુજ: સુખપરમાં સંસ્કૃત પાઠશાળાની રજત જયંતિ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટ અને રક્તદાન શિબિર યોજાયો
Bhuj, Kutch | Jul 12, 2026 શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળાના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષ નિમિત્તે આજે સુખપર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઉપસ્થિત રહી આયોજકોને શુભેચ્છા પાઠવી અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી.