અમદાવાદ શહેર: નિકોલમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : સીખલીગર ગેંગનો આરોપી રૂ. 7.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
નિકોલમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : સીખલીગર ગેંગનો આરોપી રૂ. 7.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો સફળ ભેદ ઉકેલી સીખલીગર ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી રોકડા રૂપિયા, સોનાના દાગીના, સોનાના બિસ્કિટ, ચાંદીના સિક્કાઓ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 7,14,784નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂ. 6,04,784ના દાગીના અને