વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં ગત અઠવાડિયે સરદાર બાગને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાગનું નવીનીકરણ કર્યા બાદ ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે લોકાર્પણના થોડા જ દિવસોમાં બાગમાં લગાવવામાં આવેલા સાધનો પૈકી લગભગ પાંચ જેટલા સાધનો તૂટી જતાં સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો છે.