કાલોલ: અડાદરા ગામમાં હિટ એન્ડ રનની ઘટના, ઇક્કો ગાડીના ચાલકે રાહદારીને ટક્કર મારી ફેક્ચર કર્યું. વેજલપુર પોલીસ મથકે ફરીયાદ
કાલોલ તાલુકાના અડાદરા ગામમાં ગાયત્રી મંદિર નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ઇક્કો ગાડીના ચાલકે રસ્તા પર ચાલતા જતા ફરિયાદીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેઓને ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ફેક્ચર થયું છે. આ મામલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અડાદરા રોડ પર સળકા બસસ્ટેન્ડ નજીક રહેતા અને વ્યવસાએ ડ્રાઇવિંગ કરતા વનરાજસિંહ મોહનસિંહ પરમાર (ઉં.વ. ૩૫) પોતાના ૮ વર્ષના દી