ભુજ: હરિપરમાં આંગણાના પાણીના ટાંકામાં ડૂબી જતાં ૧૩ વર્ષીય કિશોરનું કરૂણ મોત
Bhuj, Kutch | Apr 10, 2026 હરિપરમાં આંગણાના પાણીના ટાંકામાં ડૂબી જતાં ૧૩ વર્ષીય કિશોરનું કરૂણ મોત ભુજ પાસેના હરિપર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ૧૩ વર્ષીય કિશોર મયૂર ખેંગારભાઈ ભરવાડ પોતાના ઘરના આંગણામાં આવેલા પાણીના ટાંકામાં અચાનક ડૂબી ગયો હતો. પિતા દ્વારા તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.