ગાંધીનગર: નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે જીતુ વાઘાણીની મુલાકાત
ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી છે. તેમણે વડાપ્રધાનને વિશેષ પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું અને આ મુલાકાતને પ્રેરણાદાયી ગણાવી હતી.