કાલોલ: ક્રિકેટનો ખરાખરીનો જંગ વેજલપુર ગ્રામીણ ટુર્નામેન્ટમાં ઇગલ ઇલેવનનો વિજય ફિઝા ઇલેવનને હરાવી ટ્રોફી પર જમાવ્યો કબજો
વેજલપુર મુસ્લિમ સમાજ આયોજિત ગ્રામીણ ટુર્નામેન્ટ સિઝન-2 નુ શાનદાર સમાપન થયો છે. ફાઈનલ મેચમાં વેજલપુરની જ બે દિગ્ગજ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં ઇગલ ઇલેવને ફિઝા ઇલેવનને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે.આ ટુર્નામેન્ટમાં પંથકની કુલ 6 ટીમોએ કૌવત બતાવ્યું હતું, ફાઈનલ મેચમાં બે સ્થાનિક ટીમો સામસામે હોવાથી પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો મેચ જોવા ઉમટી પડ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ઇગલ ઇલેવને આઠ ઓવરોમાં ૧૧૨ રન