મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસનો અનોખો વિરોધ
વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં વિપક્ષી કોંગ્રેસના સભ્યો દ્વારા તંત્રની ઘોર બેદરકારી સામે અનોખી અને આક્રમક શૈલીમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સભાની શરૂઆતમાં જ કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશી હાથમાં દીવા લઈને પહોંચ્યા હતા અને હરણી બોટકાંડના નિર્દોષ મૃતકોને દીવા પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના અન્ય કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ લખાણવાળી ટી-શર્ટ અને શહેરમાં વધતી જતી નશાખોરી તથા પ્રજાને પડતી હાલાકી દર્શાવતા પોસ્ટરો સાથે સભાખંડમાં પ્રવેશ્યા હતા. તંત્ર સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે 'સયાજી નગરી પછી આપો' ની માંગ ઉઠાવીને પાલિકાનું ધ્યાન દોરવાનો આ વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
#factfindernews #vadodara #vmcmeeting #BJPgujarat #congrass