ભુજ: ભુજથી મુંબઈ-દિલ્હી વચ્ચે ફ્લાઇટ સેવા વધારવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત : અનિલભાઈ ગોર
Bhuj, Kutch | Apr 9, 2026 ભુજથી મુંબઈ-દિલ્હી વચ્ચે ફ્લાઇટ સેવા વધારવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશને ઇન્ડિગો એરલાઇન્સને પત્ર લખી ભુજ-મુંબઈ અને ભુજ-દિલ્હી વચ્ચે ફ્લાઇટની સંખ્યા વધારવા માંગ કરી છે. ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું કે કચ્છમાં ઉદ્યોગો અને ટુરિઝમના વિકાસ તેમજ NRI સમુદાયની સુવિધા માટે મજબૂત એર કનેક્ટિવિટી અનિવાર્ય છે. હાલ મર્યાદિત સેવાઓને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.