રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહીનો દાવો કરવામાં આવ્યો હતો.
તે વચ્ચે બોપલના TRP મોલ સ્થિત ગેમિંગ ઝોનને લઈને ફરી ફાયર સેફ્ટી અંગે સવાલો ઉઠ્યા છે.
સામાજિક કાર્યકર્તા શુભમ ઠાકરે રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે અંદાજે 200 લોકોની ક્ષમતા ધરાવતા ગેમિંગ ઝોનમાં એક જ એન્ટ્રી-એક્ઝિટ છે અને ઇમરજન્સી એક્ઝિટ બંધ રાખવામાં આવે છે.
તેમણે ગેમિંગ ઝોનની તાત્કાલિક તપાસ કરીને તમામ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
( Bopal TRP Mall, Gaming Zone, Fire Safety, Emergency Exit, Ahmedabad )
#Amdavad #Bopal #GamingZone #FireSafety #AmdavadNews