કાલોલ: માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મકાઈની ખરીદીમાં નોંધણી સામે માત્ર 1500 કિલોના નવા ફતવાથી ખેડૂતો બેહાલ, આપી પ્રતિક્રિયા
કાલોલના ડેરોલ સ્ટેશન માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નોંધણી કરાવેલી જથ્થા કરતાં ઓછી માત્રામાં, પરિપત્ર મુજબ માત્ર 1500 કિલો મકાઈની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.