વિજાપુર તાલુકાના લાડોલ ગામે ખેતરમાં પશુઓ ચરાવી ખેડૂતના તૈયાર પાકને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. ખેતરમાં કપાસ અને ઘાસના વાવેતરમાં પશુઓ છોડી આશરે ૨૫ હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે.પોલીસ મથકે લાડોલના નવા હરસિદ્ધિ પુરામાં રહેતા ખેડૂત દિલીપભાઈ સોમાભાઈ પટેલે ચાર જણા સામે પાક ભેલાણ ની ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ રવિવારે બપોરે ત્રણ કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.