કાલોલ: કાલોલ તાલુકાના સણસોલી ના પાની મુવાડી ગામે બે સાપ વચ્ચે સંઘર્ષનો વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના સણસોલી પાની મુવાડી ગામમાં બે સાપ સામસામે આવી જતાં તેમની વચ્ચે સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અનોખું દૃશ્ય ત્યાં હાજર ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. વિડિયોમાં બંને સાપ એકબીજા સામે ફૂંફાડા મારતા અને ઝપાઝપી કરતા જોવા મળે છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આવા દૃશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે, તેથી મ