ભાવનગર શહેર: હજરત ઇમામ હુસૈનની યાદમાં આંબા ચોક ખાતે ખોજા સમાજ દ્વારા ખંદકનું આયોજન કરાયું
Bhavnagar City, Bhavnagar | Jul 5, 2025
ભાવનગરમાં ખોજા સમાજ દ્વારા મહોરમ પૂર્વે પરંપરાગત 'ખંદક'નું આયોજન કરાયું હતું. મહોરમ પર્વના આગમન પૂર્વે ભાવનગર શહેરના ખોજાવાડ ખાતે ખોજા સમાજ દ્વારા પરંપરાગત 'ખંદક' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ ધગધગતા અંગારા ઉપર શ્રદ્ધાપૂર્વક ખુલ્લા પગે ચાલવાની પરંપરાનું પાલન કર્યું હતું.