મણિનગર: મક્તમપુરાના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માટલા સાથે વિરોધ,દક્ષિણ ઝોનની કચેરી ખાતે વિરોધ
આજે મંગળવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ પીવાના પાણીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં મકતમપુરાના કોંગ્રેસના કોર્પોરેટરોએ દક્ષિણ ઝોન કચેરી બહાર માટલા ફોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં લાંબા સમયથી પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. જેનાથી સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે.