કાલોલ: હિટ એન્ડ રનની ઘટનામાં સુરેલી ગામના આધેડનું કરુણ મોત, અજાણ્યો બાઇક ચાલક ફરાર. વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ
સુરેલી ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રયજીભાઈ સામતભાઈ પરમાર શુક્રવારની સવારે આશરે ૦૯:૩૦ વાગ્યે પોતાના 'પીપળાવાળા ખેતર' તરફ પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેલી વિજય ભગત ની મુવાડી ગામ રોડ ઉપર, એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રયજીભાઈને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે રયજીભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો બા