પોરબંદર: પોરબંદરમાં 27 દિવસથી બંધક બનાવાયેલી મહિલાને 181 અભયમ્ ટીમે મુક્ત કરાવી
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં 27 દિવસથી નોકરી છોડવા છતાં ઘરે જવા દેવામાં ન આવતી રાજકોટની મહિલા હોમ કેરટેકરને 181 અભયમ્ ટીમે રેસ્ક્યુ કરી છે. મહિલાને માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે.