કાલોલ: પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોગ જીલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
કાલોલ પોલીસ સ્ટેશનમાં કાલોલ અને વેજલપુર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બુધવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ.હરેશભાઇ દુધાતની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. આ જિલ્લા પોલીસ વડા સાથેના લોકસંવાદના સેતુમાં નવીન આહીર નાયબ પોલીસ અધિક્ષક કાલોલ વિભાગ,પોલીસ ઈંસ્પેક્ટર એ.બિ.વોરા એલ.સી.બી,આર. ડી. ભરવાડ પોલીસ ઈંસ્પેક્ટર કાલોલ,તથા એ. ઓ. ભરવાડ પોલીસ ઈંસ્પેક્ટર વેજલપુરની સાથે સૌ હાજર રહ્યાં હતાં.