વિજાપુર: વિજાપુર મોરવાડ રોડ ઉપર પલ્સર બાઇક ને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથે પગે ઇજા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વિજાપુર તાલુકા ના મોરવાડ રોડ ઉપર ઉપર પલ્સર બાઇક લઈને ગોઠવા જતા યુવકો ને કાર નંબર જીજે 18 ઇ 2138 ના ચાલકે ગફલત ભરી ડ્રાઇવિંગ કરી ઈજાઓ કરતા પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ભાવેજી ઠાકોરે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ભાવેશજી ઠાકોર ના ફરીયાદ ના આધારે નાસી જનાર કાર ચાલક ને ઝડપી પાડવા આજરોજ શનિવારે 4 કલાકે તપાસ હાથ ધરી છે.