ગોધરા: પંચમહાલમાં મેઘરાજાની મહેર, ખેડૂતોમાં ખુશી; ખરીફ પાકની વાવણીને મળ્યો વેગ
પંચમહાલ જિલ્લામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ ખેતીલાયક વરસાદ વરસતા જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો અંદાજે 30 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેને પગલે ખેડૂતો ઉત્સાહભેર ખરીફ પાકની વાવણીના કાર્યોમાં જોતરાઈ ગયા છે. ચાલુ ખરીફ સીઝનમાં પંચમહાલ જિલ્લામાં કુલ 1લાખ 71 હજાર હેક્ટર જેટલો સંભવિત વાવેતર વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં મુખ્યત્વે મકાઈ, ડાંગર, સોયાબીન, ઘાસચારો, કપાસ અને તુવેર જેવા પરંપરાગત પાકોનું મ