કરજણ: શ્રી સહજાનંદ ક્રેડિટ સોસાયટી લિમિટેડ કરજણ ખાતે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાનું બહુમાન કરવામાં આવ્યું.
સતત સાતમી વખત ભરૂચ લોકસભા બેઠક પરથી જીતેલા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાનું આજે સવારે શ્રી સહજાનંદ ક્રેડિટ સોસાયટી લિમિટેડ કરજણ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત વિવિધ બોર્ડ ની પરીક્ષામાં વધારે માર્કસ સાથે પરીક્ષા પાસ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ,શ્રી સહજાનંદ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ કૌશિક પટેલ,બોર્ડ ઓફ ડિરેક્ટર્સ,સ્ટાફ તેમજ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.