સતલાસણા: નવાવાસ રાજપુર ગામે બસ સ્ટેશન પાછળ 11 ટીન બિયર મળી આવ્યા
સતલાસણા પોલીસને બાતમી મળી હતી કે નવાવાસ રાજપુર બસ સ્ટેશન પાછળ આવેલા પાર્લર નજીક એક ઈસમ બિયરનો વેપાર કરી રહ્યો છે. પોલીસે તપાસ કરતા એક થેલામાં 11 ટીન બિયર મળી આવ્યા હતા પણ કોઈ ઈસમ હાજર ન મળી આવતા પોલીસે માત્ર બિયર કબજે કરી ગુનો દાખલ કરી વધું તપાસ હાથ ધરી છે