તળાજા: તળાજા શાક માર્કેટમાં પોલીસનો સપાટો: નિયમોનું પાલન ન કરાતા પડદા કાપી કાર્યવાહી
તળાજા શાક માર્કેટમાં આજે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અગાઉથી વારંવાર ફૂટ પેટ્રોલિંગ કરી વેપારીઓને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને શાક માર્કેટમાં બાંધવામાં આવતા પડદા 20 ફૂટની ઊંચાઈએ રાખવા માટે પોલીસ દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી હતી. જોકે, સૂચના બાદ પણ યોગ્ય સુધારો ન થતાં આજે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે માર્કેટમાં બાંધવામાં આવેલા પડદાઓ કાપીને ટ્રેક્ટરમાં ભરાવી લીધા હતા. પોલીસની આ કાર્યવાહીને પગલે