કાલોલ: ટાઉન હોલથી કલાલ ઝાંપા લાડ વાડીના નવા મકાનમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની કાલોલ શાખા સ્થળાંતરિત: પૂજા અને કથા સાથે ભવ્ય પ્
કાલોલ નગરમાં ગ્રાહકોને વધુ આધુનિક અને સુવિધાજનક બેંકિંગ સેવાઓ મળી રહે તે હેતુથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાનું નવા લોકેશન પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. કાલોલ ખાતે અત્યાર સુધી ટાઉન હોલ પાસે કાર્યરત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખા હવે કલાલ ઝાંપા બજારમાં આવેલી લાડ વાડીના નવા મકાનમાં શિફ્ટ થઈ છે. નવી શાખાના શુભારંભ પ્રસંગે આજે શુક્રવારે સવારે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને કથાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બેંકના શાખા મેનેજર તેમજ સ