મણિનગર: ખાડીયામાં હત્યા કેસના આરોપી મોન્ટુ નામદાર સામે ત્રીજી ફરિયાદ દાખલ
કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો અને ફર્લો રજા પર જેલમાંથી બહાર આવેલો કુખ્યાત કેદી મોન્ટુ નામદાર ફરી વિવાદમાં આવ્યો છે. સાક્ષીને ધમકાવવાની ફરિયાદ બાદ તેને પકડવા ગયેલી ખાડિયા પોલીસ ટીમ સાથે મોન્ટુએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મોન્ટુ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાતા ખાડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.