મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જ મહિલાને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. નેહલબેનના કહેવા મુજબ, પરિવાર સાથે ફરિયાદ કરવા ગયેલા સમયે પોલીસની સામે જ આ ઘટના બની હતી અને સમગ્ર ઘટના CCTVમાં વૉઇસ સાથે રેકોર્ડ થઈ છે. તેમનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાના બાળકને લેવા-મૂકવા જાય છે ત્યારે પણ આ લોકો તેમનો પીછો કરે છે, જેના કારણે તેઓ ઘરની બહાર નીકળતાં પણ ડરે છે. ફરિયાદ બાદ ગુનો નોંધાયો હોવા છતાં બંને યુવકોને છોડી દેવામાં આવ્યા હોવાનો પણ તેમનો આક્ષેપ છે. હવે સવાલ એ છે કે શું બંને સામે ખરેખર કડક પગલાં લેવાશે અને શું આ મહિલાને સુરક્ષા મળશે?
(Women Safety, Amdavad, Meghaninagar Police, Police Action, Women Security)
#Amdavad #WomensSafety #Meghaninagar #PoliceAction #WomenSecurity
Ahmadabad City, Ahmedabad | Oct 5, 2026