ગોધરા: એક વર્ષથી ફરાર ઠગાઈના આરોપીને પંચમહાલ એસઓજી પોલીસે જીતપુરા ગામેથી ઝડપી પાડ્યો
પંચમહાલ SOG ટીમે અમદાવાદ ગ્રામ્યના વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને શોધવા સક્રિય બનેલી ટીમના કોન્સ્ટેબલ હિતેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળતા મળી છે. બાતમી મુજબ, આરોપી રંગીતસિંહ ઉર્ફે રણજીતસિંહ તખતસિંહ રાઠોડ પોતાના ઘરે હાજર હતો. પોલીસે જીતપુરા ગામની ઇન્દિરા કોલોની ખાતે રેડ કરીને આરોપીને દબોચી લીધો હતો. હાલમાં એસ.ઓ.જી. પોલીસે