બારડોલીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'અવધિચ બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલ' (BABS હાઈસ્કૂલ) ના વહીવટ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે સંસ્થાના નવનિયુક્ત સેક્રેટરી અને ટ્રસ્ટી અજયભાઈ અધ્વર્યુ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. ચેરિટી કમિશનના આદેશ મુજબ ચૂંટણી પ્રક્રિયા અજયભાઈ અધ્વર્યુએ જણાવ્યું હતું કે, ચેરિટી કમિશન દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરીને સંસ્થાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.