ખંભાત: 42 ગામની વાડી ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
Khambhat, Anand | Oct 14, 2025 42 ગામની વાડીમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિકાસ દિન તથા રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિવિધ કૃષિ યોજનાઓ હેઠળ ખેડૂતોને સાધન-સહાય અને ચેક વિતરણ કરવામાં આવ્યા. સાથે જ પ્રાકૃતિક ખેતી, બાગાયત, ડ્રોન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતીના નવા પ્રયત્નો અંગે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા ભાજપા પ્રમુખ, નાયબ કલેકટર સહીત ખેડૂતો હાજર રહ્યા હતા.