કાલોલ: ફરિયાદ નોંધાયાના ૨૪ કલાકમાં જ વીજ વાયર ચોરી કરનાર ત્રિપુટી મુદ્દામાલ સાથે ઝબ્બે કરતી કાલોલ પોલીસ.
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, "કાતોલ ગામેથી ત્રણ ઇસમો એક FZ કંપનીની મોટરસાયકલ (રજી. નં. GJ-17-CG-8038) પર ચોરીના વાયર ભરીને કાલોલ તરફ વેચવા માટે નીકળ્યા છે." બાતમી મળતાની સાથે જ સર્વેલન્સ સ્ટાફના માણસોએ બોરૂ ટર્નીંગ પાસે તુરંત નાકાબંધી ગોઠવી દીધી હતી.મોટરસાયકલ આવતા જ પોલીસે તેને રોકી ત્રણેય ઇસમોની પૂછપરછ કરી હતી. તેમની પાસે રહેલા વાયરો અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસ તેમને સ્ટેશને લાવી હતી. અહીં સઘન અને વિશ્વાસમ