શહેરના ટોપ 3 નજીક એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ટોપથી નજીક આવેલા ડી માર્ટ પાસે અવાવરું જગ્યામાં એક પુરુષનો મૃતદેહ હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. જે માહિતીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.