જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે વાડી વિસ્તારમાં અજગર દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો
જેસર તાલુકાના શાંતિનગર ગામે વાડી વિસ્તારમાં અજગર દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, વાડી વિસ્તારમાં કામકાજ દરમિયાન અચાનક વિશાળ અજગર નજરે પડતાં ખેડૂતોએ ગભરાઈ જઈ તરત જ સ્થાનિક લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. અજગરને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી