પોરબંદર: રખડતા પશુઓ સામે પાલિકાની કડક કાર્યવાહી, પકડાયા ૧૩ પશુઓ
પોરબંદરમાં રખડતા પશુઓ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી શરૂ. નોંધણીની મુદત પૂરી થતા વાઘેશ્વરી પ્લોટ સહિતના વિસ્તારોમાંથી ૧૩ પશુ પકડાયા. પશુ રખડતા પકડાશે તો માલિકને થશે ૪,૦૦૦ રૂપિયાનો દંડ. તમામ પશુઓને ઓડદર ગૌશાળામાં ખસેડવામાં આવ્યા છે.