ગોધરા: ગોધરામાં બાઈક ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયા
પંચમહાલ LCB એ બાઇકચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગોધરા તાલુકાના દયાળ ગામે ગુલીયા ગ્રાઉન્ડ પાસે દરોડો પાડીને શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે ઇસમો—સમીર લતીફ પઠાણ અને ઇકરાર ઉર્ફે જીમી ઇમ્તીયાઝ શેખને ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી ₹૨૨,૦૦૦ની ચોરીની બાઈક જપ્ત કરી છે. આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન તેઓએ કબૂલાત કરી હતી.