અમદાવાદ શહેર: ઉસ્માનપુરામાં મધરાતે કાર અકસ્માત, કારમાંથી દારૂની બોટલ મળતા ચર્ચાએ જોર પકડ્યુ
ઉસ્માનપુરામાં મધરાતે કાર અકસ્માત, કારમાંથી દારૂની બોટલ મળતા ચર્ચાએ જોર પકડ્યુ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં 18 તારીખના રાત્રે 1.30 કલાકની આસપોસ કાર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ કારની અંદરથી દારૂની બોટલ મળી આવતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે કાર અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે