ગોધરા: ગોધરા શહેરના સિમલા વિસ્તારમાં ટેમ્પાના વેલ્ડિંગ કામ બાબતે દુકાનદાર પર હુમલો: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ
ગોધરાના સીમલા વિસ્તારમાં લીમડા તળાવ પાસે ટેમ્પાના વેલ્ડિંગના જોઈન્ટ બરાબર ન બન્યા હોવાની તકરારમાં દુકાનદાર પર હુમલો થયો છે. હિલપાર્ક સોસાયટીના રહેવાસી અને દુકાનદાર જુબેર મહોંમદ રફીક કુરેશી પાસે તસ્લીમ અહેમદ મફત અને મુનવર તસ્લીમ મફત નામના બે શખ્સોએ આવીને જોઈન્ટ બદલી આપવાની માંગ કરી હતી. દુકાનદારે નવા જોઈન્ટ આપવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઈને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા જુનેદ નામના યુવકને પણ માર મારવામાં આવ્યો