ગોધરા: ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ચોરી: બંધ મકાનમાંથી રૂ. ૭,૮૦૦ રોકડા ચોરાય
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટર્સના એક બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગત ૯ જુલાઈની રાત્રે અજાણ્યા તસ્કરે બ્લોક નં. ૨૧-એ, રૂમ નં. ૭૦૩ માં રહેતા ૩૬ વર્ષીય અજીતભાઈ પરમારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચોર ઇસમ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રૂમમાંથી રૂ. ૭,૮૦૦ રોકડા ચોરીને નાસી છૂટ્યો હતો. આ મામલે ભોગ બનનાર દ્વારા ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુ