કાલોલ: કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં ‘જન કલ્યાણ શિબિર બાર વર્ષ સેવા-સુશાસનની ઉજવણી,.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ભવ્ય સફરના બાર વર્ષ પૂર્ણ થવાના અવસરે કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં વધુમાં વધુ જરૂરિયાતમંદ નાગરિકો સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં આ શિબિરમાં આયુષ્માન કાર્ડ, પેન્શન યોજના, આવાસ