કાલોલ: પોરવાડ ફળિયામાં જોખમી બનેલું જર્જરિત મકાન આખરે ડિમોલેશન કરતાં સ્થાનિકોનએ રાહત અનુભવી
કાલોલ નગરના પોરવાડ ફળિયામાં આવેલું વર્ષો જૂનું મકાન નં ૧૩૯૫ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ચોમાસામાં ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. જર્જરિત મકાનની ઈંટો અને છતના પતરા અવારનવાર નીચે પડતા હોવાથી માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને પણ ગમે ત્યારે ધ્વસ્ત થઈ જવાનો ભારે ભય સતાવી રહ્યો છે.